Posts

મરચાં

મિહિરે ફોન કટ કરીને મને સમાચાર આપ્યા ‘મમ્મી-પપ્પા આવે છે થોડા દિવસ રોકવા આપણે ત્યાં!’ સમાચાર સાંભળતા જ હૈયામાં અનેરો આનંદ છવાઈ ગયો.સાચે જ એ લોકો આવે છે?મતલબ તેમણે અમને માફ કરી દીધા?કેટલું મોટું હ્રદય છે તેમનું!મેં ઉત્સાહિત થઈને મિહિરને તરત જ જમવાનું મેનુ પૂછ્યું.આમ તો રસોઈમાં ભાગ્યે જ એવું કઈ હતું જે હું ઘરે ન બનાવી શક્તી.નાનપણથી જ અવનવી વાનગી બનાવવાનો શોખ!અને આજે તો પહેલી વાર મારી આ કળાનો ડેમો સાસુમાં અને સસરાજીને આપવાનો હતો.આમ તો લગ્નને છ મહિના થઈ ગયા હતા પરંતુ મિહિરનાં મમ્મી-પપ્પાને મળવાનો મોકો આજે મળવાનો હતો.અમુક ખાસ સંજોગોમાં અમે મિહિરના માતા-પિતાની વિરુદ્ધ જઈને પરણ્યા.મે નહોતું ધાર્યું આટલી જલ્દી તે અમને માફ કરી દેશે.છેલ્લા એક મહિનાથી મિહિરની ફોનમાં વાત થતી એલોકો જોડે.વાત કર્યા બાદ મિહિરનાં મોઢા પર અપાર સંતોષ અને આનંદની લાગણી સાફ દેખાતી.હું ઘણીવાર કહેતી મારે પણ વાત કરવી છે પરંતુ તે કોઈ ચોક્કસ સમયની રાહમાં હોય તેમ તે મારી વાત ટાળી દેતો.મિહિરે કહેલા મેનુ અનુસાર મેં ફટાફટ જમવાનું બનવાની શરૂઆત કરી દીધી.સોજીનો શીરો બનાવ્યો,શનિવાર હતો એટલે અમારા મેનુની ફિક્સ એવી અળદની દાળ અને ભાત રાંધ્...

અપના ટાઈમ કબ આયેગા?

અપના ટાઇમ કબ આયેગા? ટાઇટલ વાંચીને પહેલો વિચાર મનમાં એ જ આવે સાલું મારો ટાઈમ ક્યારે આવશે? આ ‘મારો ટાઈમ’ દરેક માટે અલગ અર્થ ધરાવતો હોઈ  શકે.નોકરીથી  કંટાળેલા માટે નવી ઊંચા પગાર અને હોદ્દા વાળી નોકરી,જીવનસાથી શોધમાં હોય તેને યોગ્ય પાત્ર મળવું,ભાડાના ઘરમાં રહેતા લોકો માટે ઘરનું ઘર,પ્રેમીયુગલો માટે રાજીખુશીથી ઘરના લગ્ન કરવી આપે તે! આવા કેટલાય ઉદાહરણો ઉપર દર્શાવેલા શીર્ષકના જવાબ રૂપે દરેકના મનમાંથી મને  મળશે.એક  પંતંગિયાની વાત કરું ચાલો,આ પંતંગિયું કેશોટામાંથી બહાર આવવા પ્રયત્ન કરી  રહ્યું.ત્યાથી  થોડે દૂર બેઠેલો એક માણસ તેની આ પ્રવૃતિને નિહાળી  રહ્યો.પતંગિયુ  થોડા સમય સુધી પ્રયત્ન કરતું રહ્યું પરંતુ પછી તેણે પ્રયત્નો છોડી  દીધા.પેલા  દૂરથી નિહાળી રહેલા માણસને લાગ્યું આ પતંગિયુ ફસાઈ ગયું લાગે  છે.તેણે  પતંગિયાની મદદ કરવાનું નક્કી  કર્યું.તેણે  સાવધાનીપૂર્વક કેશોટા અને અવરોધ ઊભા કરી રહેલા તારને  કાપ્યા.પતંગિયુ  આસાનીથી બહાર આવી  ગયું.પરંતુ  તેનું આખું શરીર સુજેલું હતું,પાંખો એક્દમ નાની અને સુકાયેલી લાગતી...