અપના ટાઈમ કબ આયેગા?

અપના ટાઇમ કબ આયેગા?

ટાઇટલ વાંચીને પહેલો વિચાર મનમાં એ જ આવે સાલું મારો ટાઈમ ક્યારે આવશે? આ ‘મારો ટાઈમ’ દરેક માટે અલગ અર્થ ધરાવતો હોઈ શકે.નોકરીથી કંટાળેલા માટે નવી ઊંચા પગાર અને હોદ્દા વાળી નોકરી,જીવનસાથી શોધમાં હોય તેને યોગ્ય પાત્ર મળવું,ભાડાના ઘરમાં રહેતા લોકો માટે ઘરનું ઘર,પ્રેમીયુગલો માટે રાજીખુશીથી ઘરના લગ્ન કરવી આપે તે! આવા કેટલાય ઉદાહરણો ઉપર દર્શાવેલા શીર્ષકના જવાબ રૂપે દરેકના મનમાંથી મને મળશે.એક પંતંગિયાની વાત કરું ચાલો,આ પંતંગિયું કેશોટામાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું.ત્યાથી થોડે દૂર બેઠેલો એક માણસ તેની આ પ્રવૃતિને નિહાળી રહ્યો.પતંગિયુ થોડા સમય સુધી પ્રયત્ન કરતું રહ્યું પરંતુ પછી તેણે પ્રયત્નો છોડી દીધા.પેલા દૂરથી નિહાળી રહેલા માણસને લાગ્યું આ પતંગિયુ ફસાઈ ગયું લાગે છે.તેણે પતંગિયાની મદદ કરવાનું નક્કી કર્યું.તેણે સાવધાનીપૂર્વક કેશોટા અને અવરોધ ઊભા કરી રહેલા તારને કાપ્યા.પતંગિયુ આસાનીથી બહાર આવી ગયું.પરંતુ તેનું આખું શરીર સુજેલું હતું,પાંખો એક્દમ નાની અને સુકાયેલી લાગતી હતી.તે માણસ ફરી પોતાની જગ્યાએ બેસીને પતંગિયાના ઊડવાની રાહ જોવા લાગ્યો.પરંતુ આ દયાળુ માણસને ક્યાં ખબર હતી કે આ ઈશ્વરનો રસ્તો છે પતંગિયાને સક્ષમ બનાવવાનો!સુજેલા શરીરમાંથી પ્રવાહી પાંખો તરફ વહે તેથી પાંખો મોટી થાય અને પતંગિયુ ઉડવા સક્ષમ બને.આ સંઘર્ષમય પ્રક્રિયામાંથી બહાર આવવું પતંગિયા માટે અત્યંત જરૂરી હતું.થોડો વિચાર કરીયે તો મનુષ્ય હોય કે અન્ય કોઈ જીવ સંઘર્ષની શરૂઆત તો જ્ન્મથી જ થાય છે ને?તો પછી શા માટે ફરિયાદ કરવી કે સંઘર્ષ હજુ ક્યાં સુધી?યુવરાજસિંઘ અને એમ.એસ.ધોનીએ કારકિર્દીની શરૂઆત એક જ સમયે કરેલી.યુવરાજસિંઘને અંડર-19 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું અને ધોનીની પસંદગી તેની માટે ન થઈ.ધોનીએ 2005માં ભારતીય ક્રિકેટટીમમાં પ્રવેશ કર્યો ત્યારે યુવરાજસિંઘ ખ્યાતનામ ખેલાડી બની ચૂક્યો હતો.એક પછી એક પગથિયાં ચડીને ધોનીએ સફળતા મેળવી.વર્લ્ડકપ ટી-20 વખતે ધોનીએ ઉમદા કેપ્ટનશિપનું પ્રદર્શન કર્યું અને યુવરાજસિંઘે બેટ દ્વારા સારું પ્રદર્શન કર્યું. ધોનીને યુવરાજસિંઘની સરખામણીએ થોડી મોડી સફળતા મળી પણ તેનો અર્થ એ તો નથી ને કે ધોની યુવરાજસિંઘ કરતાં ઓછો કુશળ છે?ઘણા લોકોને સફળતા મેળવવા માટે સામાન્ય લોકો કરતા થોડો વધુ સમય લાગતો હોય છે.ક્યારેક થોડો ખેલ નસીબનો હોય છે તો ક્યારેક થોડા સારા પ્રદર્શનનો અભાવ હોય છે.આ લેખ વાંચી રહેલા દરેકને મારે કહેવું છે કે જે લક્ષ્યને પામવાની તમારી ઈચ્છા છે એને સમયનાં દોરડાથી બાંધો નહીં.આત્મવિશ્વાસને બમણો કરી પ્રયત્ન ચાલુ રાખવા એ જ સફળતા મેળવવાનો સાચો રસ્તો છે.અને ધાર્યું કરવામાં જેટલો સંઘર્ષ કરવો પડે કરી લેવો.મારા દાદીમા હમેશા મને કહેતા ’તારા બાપનો એક જમાનો હતો બેટા, એવો તારો ય એક જમાનો હશે જોજે !’ એટલે સંઘર્ષથી કંટાળવાનું છોડી દો અને લાગી જાઓ પોતાના ધ્યેયને સાર્થક કરવા.બે અક્ષરનું લક,અઢી અક્ષરનું ભાગ્ય,ત્રણ અક્ષરનું નસીબ,સાડાત્રણ અક્ષરની કિસ્મત આ બધા ચાર અક્ષરની મહેનતથી તો નાના જ છે ને?



    

Comments

Popular posts from this blog

મરચાં