મરચાં
મિહિરે ફોન કટ કરીને મને સમાચાર આપ્યા ‘મમ્મી-પપ્પા આવે છે થોડા દિવસ રોકવા આપણે ત્યાં!’ સમાચાર સાંભળતા જ હૈયામાં અનેરો આનંદ છવાઈ ગયો.સાચે જ એ લોકો આવે છે?મતલબ તેમણે અમને માફ કરી દીધા?કેટલું મોટું હ્રદય છે તેમનું!મેં ઉત્સાહિત થઈને મિહિરને તરત જ જમવાનું મેનુ પૂછ્યું.આમ તો રસોઈમાં ભાગ્યે જ એવું કઈ હતું જે હું ઘરે ન બનાવી શક્તી.નાનપણથી જ અવનવી વાનગી બનાવવાનો શોખ!અને આજે તો પહેલી વાર મારી આ કળાનો ડેમો સાસુમાં અને સસરાજીને આપવાનો હતો.આમ તો લગ્નને છ મહિના થઈ ગયા હતા પરંતુ મિહિરનાં મમ્મી-પપ્પાને મળવાનો મોકો આજે મળવાનો હતો.અમુક ખાસ સંજોગોમાં અમે મિહિરના માતા-પિતાની વિરુદ્ધ જઈને પરણ્યા.મે નહોતું ધાર્યું આટલી જલ્દી તે અમને માફ કરી દેશે.છેલ્લા એક મહિનાથી મિહિરની ફોનમાં વાત થતી એલોકો જોડે.વાત કર્યા બાદ મિહિરનાં મોઢા પર અપાર સંતોષ અને આનંદની લાગણી સાફ દેખાતી.હું ઘણીવાર કહેતી મારે પણ વાત કરવી છે પરંતુ તે કોઈ ચોક્કસ સમયની રાહમાં હોય તેમ તે મારી વાત ટાળી દેતો.મિહિરે કહેલા મેનુ અનુસાર મેં ફટાફટ જમવાનું બનવાની શરૂઆત કરી દીધી.સોજીનો શીરો બનાવ્યો,શનિવાર હતો એટલે અમારા મેનુની ફિક્સ એવી અળદની દાળ અને ભાત રાંધ્...